
નવસારી મમતા મંદિરના દિવ્યાંગ બાળકો માટે જાદુગર શહેનશાહનો મેજીક શો બતાવ્યો
નવસારી : મમતા મંદિરના દિવ્યાંગ બાળકોને નવસારી ટાટા હોલ ખાતે જાદુસમ્રાટ શહેનશાહનો મેજીક શો જોવા માટે લઈ ગયા હતા. જાદુગર શહેનશાહે પોતાના હાથની કરામત દ્વારા જાદુના હેરતભર્યા અવનવા ખેલ બતાવી બાળકોને ખુબ જ મનોરંજન પૂરું પાડયું હતું. જાદુનો ચમત્કારિક મેજીક શો નિહાળી બાળકો ખુબ જ ભાવવિભોર થયા હતા. બાળકોને જાદુગરે શિક્ષણમાં ખુબ જ ઉપયોગી જુદી-જુદી ટ્રીક રજુ કરી જ્ઞાન સાથે ગમ્મત કરાવી હતી.
વર્તમાન સમયમાં સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને લોકોની સ્મૃતિભ્રંશ દ્વારા કઈ રીતે છેતરપીંડી થઈ રહી છે જે જાદુના વિવિધ પ્રયોગો બતાવી એનાથી બચવા માટે બાળકોને સજાગ કર્યા હતા. જાદુનો ખેલ નિહાળી બાળકો ખુબ જ આનંદિત થયા હતા. બાળકોને જાદુ સમ્રાટ શહેનશાહ દ્વારા નાસતો કરાવવામાં આવ્યો હતો. તેમજ તેમના દ્વારા સંસ્થાને 5001 રૂપિયાનું દાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.