પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું

પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું:જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે

ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે.

66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ

1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ

કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે

16 ફેબ્રુઆરીએ મતદાન

18 ફેબ્રુઆરીએ મતગણતરી

ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકા બાકાત

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય

જૂનાગઢ મનપાની ચૂંટણી માટે 16મીએ મતદાન

જૂનાગઢ મનપાની ટર્મ પૂર્ણ થઈ જતા તેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.. જૂનાગઢ મનપાની સાથે અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર 18મીએ મતગણતરી હાથ ધરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *