1 ફેબ્રુઆરી થી ભુજ-દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરૂ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

1 ફેબ્રુઆરી થી ભુજ-દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરૂ

1 ફેબ્રુઆરી ભુજ-દિલ્હી વચ્ચે વિમાનીસેવાને લઇને લાંબા સમયથી ચાલતી માગણી દિલ્હીમાં સ્લોટની મંજૂરી મળતાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વિમાનીસેવા થકી ભુજ-દિલ્હી વચ્ચે આવન-જાવન કરતા યાત્રિકો, કચ્છી એન.આર.આઇ. ખાસ તો આફ્રિકાવાસીઓ માટે અત્યંત લાભકારી-સુલભ બની રહેશે. મુંબઇની જેમ જ દિલ્હીથી પણ વિદેશ જતા-આવતા લોકોને કનેકટીવીટીનો લાભ થશે. કચ્છ ભારતના યુ.પી.-હિમાચલ પ્રદેશ, કાશ્મીર ફરવા જતા પ્રવાસીઓને પણ ઉપયોગી બનશે. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉડ્ડયન મંત્રીને મળી લેખિત-મૌખિક રજૂઆત વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી કંપનીઓ સાથે પત્રવ્યવહાર બાદ દિલ્હી વિમાની મથકે સ્લોટ ફાળવણી થતાં

1 ફેબ્રુઆરીથી ભુજ-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની વિમાનસેવા શરૂ થશે. ગ્લોબલ કચ્છ ફેડરેશન અને વિવિધ ચેમ્બરો, ધારાસભ્યોની સમયાંતરે રજૂઆતોને પણ વાચા મળી હોવાનું સાંસદ શ્રી ચાવડાએ જણાવતાં આનંદ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારત સરકારના સહકાર બદલ કચ્છની જનતા વતી તેમણે આભાર દર્શાવ્યો હતો. ભુજ-દિલ્હી વિમાનીસેવા સમયપત્રક મુજબ દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડી ભુજ 4.30 વાગ્યે અને ભુજથી 5.30 વાગ્યે ઉપડી 7 વાગ્યે સાંજે દિલ્હી પહોંચશે.

નવા નવા ક્ષેત્રો માટેની વિમાનીસેવાનો લાભ આગામી સમયમાં મળશે તેવા આશાવાદ અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થાય માટે પ્રયત્નો ચાલુ હોવાનું સાંસદ વિનોદભાઇએ જણાવ્યું છે. આ વિમાનીસેવા શરૂ થાય તે માટે વિવિધ સંસ્થા સંગઠનો,

ધારાસભ્યો અને પૂર્વ રેલવે મંત્રી દિનેશભાઇ ત્રિવેદીએ પ્રયાસો કર્યા હતા. ગ્લોબલ કચ્છ ફેડ.ના ચેરમેન અનિલભાઇ ગોરે જણાવ્યું હતું કે, આ સેવા બાબતે એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે સતત બેઠકો કરવા છતાં સફળતા ન મળતાં સંસ્થાએ એર ઇન્ડિયાના પ્લાનિંગ હેડ નિપુણ અગ્રવાલને રજૂઆત કરી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઇ પટેલને સાથે રાખી સ્લોટ અંગેની મુશ્કેલી નિવારવા ઉડ્ડયન મંત્રી કીંજરાયુ રામમોહન નાયડુને રજૂઆત કરતા સુખદ પરિણામ આવ્યું છે. આમ સહિયારા પ્રયાસો થકી લાભકારી-સુલભ સેવા મળ્યાનો આનંદ વ્યકત કર્યો હતો. ભુજ-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની આ ફ્લાઇટની એક તરફની ટિકિટ હાલ રૂા. 8750 બતાવી રહી છે. હાલ 180થી 160ની સીટની ક્ષમતાવાળી ઇકોનોમી ક્લાસની એર બસ હોવાનું જાણવા મળ્યું છે. પ્રવાસનની સિઝન હોવાથી ભાવ નવ હજાર આસપાસ છે, પરંતુ ઓફ સિઝનમાં આ ભાવ 5500 સુધી જવાની સંભાવના છે. આ વિમાનીસેવાથી અમદાવાદથી કચ્છનો ફેરો બચશે. કારણ કે, દિલ્હીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવન-જાવન કરતા કચ્છી એનઆરઆઇ દિલ્હી-અમદાવાદની ફ્લાઇટમાં મુસાફરી કરતા હતા.

હવે સીધી ભુજથી દિલ્હીની ફ્લાઇટ મળતા અમદાવાદ-કચ્છ વચ્ચે ફેરો બચશે. આ ઉપરાંત એર ઇન્ડિયા દ્વારા ભુજ-મુંબઇ વચ્ચે સાંજની વિમાનીસેવા માર્ચ મહિનાથી શરૂ થાય તેવા વાવડ અંતરંગ વર્તુળો પાસેથી મળ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *