રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં કુલ ૩૧૩ સિંહોના મોત

ગાંધીનગર :

આજે સોમવારે વિધાનસભાગૃહમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ગીર અભ્યારણ અને અભ્યારણની બહાર સિંહોની વસતી બાબતે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ ગીર અભ્યારણ અને તેની બહાર સિંહોની વસ્તીની તમામ વિગતો બહાર આપી છે. જે અંતર્ગત ગીર અભ્યારણમાં 345 અને ગીર અભયારણ્યની બહાર 329 જેટલા સિંહો છે. આમ કુલ 674 જેટલા સિંહો છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના અકસ્માતથી અને કેટલા સિંહોના શિકારીથી તેમજ કેટલા સિંહના કુદરતી રીતે મૃત્યુ થયા છે, તે બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં એક પણ સિંહનું મૃત્યુ શિકારથી થયું નથી. જ્યારે અકસ્માતથી 23 સિંહોના મૃત્યુ થયા છે અને કુદરતી રીતે 290 જેટલા સિંહોના મૃત્યુ નીપજયા છે. આમ કુલ 313 જેટલા સિંહોના મોત છેલ્લા બે વર્ષમાં નિપજ્યા હોવાની વિગત રાજ્ય સરકારે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *