માનવતાએ ડંકો વગાડ્યો: માસુમ ધૈર્યરાજ માટે મેયર રસ્તા પર ઉતર્યા, લોકોએ સોનાના દાગીના દાન કર્યા

રાજકોટ :

કળીયુગના જમાનામાં ‘માનવતા સાવ મરી પરવારી નથી’. આજ સુવાક્યને સાર્થક કરતો કિસ્સો હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ ત્રણ માસનું બાળક જે SMA-1ની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યું છે તેની વ્હારે રાજ્યની પ્રજા આવી છે.  

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ફંડ એકત્ર કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. રાજકોટમાં એક જ દિવસમાં લાખોનું દાન એકત્ર થયું છે. એક રાહદારીએ પોતાની સોનાની વીંટી દાનમાં આપી દીધી હતી. ધૈર્યરાજના ઇલાજ માટે રાજકોટની સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. રાજકોટના ગંગોત્રી ગ્રુપ દ્વારા સેવાની અનોખી પહેલ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો રસ્તા પર ઉતરી દાન એકત્ર કરી રહ્યાં છે. સાથે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને ભાજપના કોર્પોરેટરોએ પણ દાન એકત્ર કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના જે.પી. જાડેજા સહિતના આગેવાનો પણ દાન એકત્ર કરી રહ્યાં છે. રાજકોટમાં ઓળખ છૂપાવી લોકો પોતાના સોનાના દાગીના દાનમાં આપી રહ્યાં છે.

માસૂમ ધૈર્યરાજની મદદ માટે આજે સમગ્ર ગુજરાતમાંથી લોકો આગળ આવી રહયા છે યથાશક્તિ પ્રમાણે મદદ કરી રહયા છે. ગુજરાતના સમગ્ર વિસ્તારમાંથી NGO તેમજ સેવાભાવી સંસ્થાઓ તેમજ ગામના યુવાનો એક થઈ માસૂમ માટે ફાળો એકઠો કરી રહયા છે અને સારો સહકાર પણ મળી રહ્યો છે. માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા માટે 8 મી માર્ચથી સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ધૈર્યરાજને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. ખુશીના સમાચાર એ છે કે સમગ્ર ગુજરાત વાસીઓની મદદથી તેના ખાતામાં ૪ કરોડ જમા થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *