વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશે PM વડાપ્રધાન સાથે મુલાકાત કરી

 

PM
PMવર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશે PM વડાપ્રધાન સાથે મુલાકાત કરી

માત્ર 18 વર્ષની નાની વયે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનેલા ગુકેશ ડોમ્મારાજુએ PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. માતા-પિતા સાથે આવેલા ગુકેશે મુલાકાત દરમિયાન વડાપ્રધાનને PM પોતાનું ચેસબોર્ડ પણ ભેટમાં અર્પણ કર્યું હતું. PM મોદીએ મુલાકાત વિશે લખતાં કહ્યું હતું કે, શતરંજના વિજેતા અને ભારતનું ગૌરવ ગુકેશ સાથે રસપ્રદ વાતચીત કરી. હું છેલ્લા ઘણા વર્ષોથી તેનાથી વાતચીત કરી રહ્યો છું. તેના દૃઢ સમર્પણ, આત્મવિશ્વાસ અને સંકલ્પ પ્રેરણાદાયી છે. મને તેનો જૂનો વીડિયો યાદ છે, જેમાં તેણે કહ્યું હતું કે, `તે સૌથી નાની ઉંમરે વિશ્વ વિજેતા બનશે’ તેની આ ભવિષ્યવાણી મહેનતને કારણે સાચી થઇ છે. આત્મવિશ્વાસ સાથે તેનામાં વિનમ્રતા પણ છે. વિજય બાદ તેઓ શાંત હતા. અમારી વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી ક્ષમતા વિશે થઇ હતી

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *