ઘોર કળિયુગ..!! ફરી એકવાર દીકરી જન્મતા પરિવારે જ માસુમની ગળું દબાવી કરી હત્યા

મહેસાણા :

બેટી બચાઓ બેટી પઢાઓનાં દાવા સાવ પોકળ બન્યા છે. દીકરીઓને ત્યજી દેવાની સાથે સાથે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે.

કડી શહેરના કરણનગર રોડ પર આવેલા રાજભુમી ફ્લેટમાં રહેતા પરિવારમાં એક 4 વર્ષની દીકરી હતી. પરંતુ, પરિવારમાં ફરી એકવાર દીકરી જન્મતા એકમાસની ફૂલ જેવી દીકરીને ગળું દબાવી હત્યા કરી નાખવાનો આરોપ લાગ્યો છે. હત્યા બાદ પોલીસને ગૂમરાહ કરવા કુદરતી મોતનું રૂપ આપવામાં આવ્યું હતું.

જો કે, એક વર્ષ બાદ આજે મહેસાણા પોલીસે દીકરીના મોત અંગે કરાવેલા પેનલ પૉસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મૃતક દીકરીના પરિવારમાં રહેતા દાદા-દાદી અને તેના માતા-પિતા સામે હત્યાનો ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *