ગાંધીનાં ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત..?!! ગત 5 વર્ષમાં નોંધાઈ કુલ 6,313 સામૂહિક દુષ્કર્મની ઘટના

ગાંધીનગર :

શું રાજ્યમાં ખરેખર મહિલાઓ સુરક્ષિત છે..?? શું ખરેખર મહિલાઓ રાતનાં અંધારામાં સલામત છે..?? શું સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરનાર દરેક નરાધમો ઝડપાઈ ગયા..?? વિધાનસભા સત્રમાં આ મુદ્દે ચર્ચા ચાલી. રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અને મહિલાઓ સુરક્ષિત છે, તેવી સરકાર દ્વારા અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે, પરંતુ વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરીમાં સલામતીના મુદ્દે એવા આંકડા બહાર આવ્યા છે કે, આ સમાચાર સાંભળીને લોકો સ્તબ્ધ થઈ જાય. ગત 5 વર્ષમાં કુલ 6,313 સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. આ વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં આંકડાઓ સામે આવ્યા છે.

ગુજરાતમાં સૌથી વધુ દુષ્કર્મના બનાવો અમદાવાદ શહેરમાં અને ત્યારબાદ સુરત શહેરમાં બન્યા છે. ઓક્ટોબર 2015થી સપ્ટેમ્બર 2016ના અરસામાં અમદાવાદ શહેરમાં 165 દુષ્કર્મ અને એક સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ગત પાંચ વર્ષમાં 977 અને સુરતમાં 953 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. સલામત કહેવાતા ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જ્યારે સામૂહિક દુષ્કર્મના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2017માં 188, વર્ષ 2018માં 202, વર્ષ 2019માં 226 અને વર્ષ 2020માં 196 દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *