ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર જોય બેન્જામિનનું 60 વર્ષની વયે મંગળવારે લંડનમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું.

મહત્વનું છે કે જોય બેન્જામિન ઇંગ્લેન્ડ તરફથી એક ટેસ્ટ અને બે વનડે મેચ રમ્યો હતો, પણ તેની સાથે જ તે સરે અને વોરવિકશાયર સાથેના કાઉન્ટી ક્રિકેટમાં પોતાના પ્રદર્શન માટે જાણીતો હતો.નોંધનીય છે કે જોય બેન્જામિનનો જન્મ કેરેબિયન દેશ સેન્ટ કીટ્સમાં થયો હતો, પરંતુ તે નાની ઉંમરે જ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો. તે તેની અસરકારક આઉટસ્વિંગ બોલિંગ માટે જાણીતો હતો. 1992 માં સરેમાં જતા પહેલા તેમને વોરવિકશાયરની કાઉન્ટી ક્રિકેટ ટીમ તરફથી કરારની ઓફર કરવામાં આવી હતી. 
બેન્જામિન સરેમાં મોટો થયો હતો અને તેણે અહીં ત્રણ ક્રિકેટ સીઝનમાં કુલ 144 વિકેટો ખેરવી હતી. 33 વર્ષની વયે, તેણે 1994 માં ઓવલ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યુ કર્યો હતો. બેન્જામિને પ્રથમ દાવમાં 42 રન આપીને ચાર વિકેટના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે પછી તેને ટેસ્ટ ટીમમાં જગ્યા ન મળી હતી અને તેની ટેસ્ટ કારકિર્દી એક ટેસ્ટ પછી જ પૂર્ણ થઈ ગઈ હતી. આ તેની એકમાત્ર કસોટી હતી.
ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં ૩૮૭ વિકેટ ઝડપી હતી 
બેન્જામિન ટેસ્ટમાં પછીથી ભલે રમી ન શક્યો,  પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેણે બે વાર વનડે ક્રિકેટમાં ટીમનો ભાગ રહ્યો હતો. તેને 1999 માં સરે દ્વારા રીલીઝ કરવામાં આવ્યો હતો. બેન્જામિને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૮૭ વિકેટ સાથે પોતાની કારકિર્દી પૂરી કરી અને બાદમાં તેણે સરેમાં કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *