
અમદાવાદ
અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો અને મોટા શહેરોમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસ નોંધાયા છે અને 482 દર્દીઓ સ્વસ્થ થયાં છે. અમદાવાદમાં આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4416 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. રાજ્યમાં 3212 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.22 ટકા થયો છે. જ્યારે 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં વેક્સિનેશન અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15,01,253 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 3,57,654 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. ત્યાર સુધીમાં કુલ 15,01,253 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,57,654 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,447 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.
આજે અમદાવાદમાં 129 કેસ, જ્યારે એકનું મોત થયું છે. એ સિવાય સુરતમાં 100, વડોદરમાં 103, રાજકોટમાં 44, ભાવનગરમાં 15, ગાંધીનગરમાં 14, જામનગરમાં 8, જૂનાગઢમાં 9, પંચમહાલમાં 18, આણંદમાં 16, ખેડામાં 14, સાબરકાંઠામાં 12, ભરૂચ-કચ્છમાં 11-11 કેસ, દાહોદમાં 10, મહિસાગરમાં 9, અરવલ્લીમાં 4, ગીર સોમનાથ-મહેસાણામાં 5-5, મોરબીમાં 4, અમરેલી-પાટણમાં 3-3, છોટાઉદેપુરમાં 2, નર્મદામાં 2, દ્વારકા-નવસારીમાં 1-1, તાપી-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.