
અમદાવાદ :
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ. શહેર પોલીસ કમિશનર સહિત જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા.આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું. ત્યારે રિવરફ્રન્ટ પર ફરવા જતી મહિલાઓ માટે પોલીસ નિર્ભયા પ્રોજેકટ હેઠળ શુ ભેટ આપશે તેની પણ જાહેરાત કરાઈ હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી શહેર પોલીસ દ્વારા કરાઈ. પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા મહિલા પોલીસ તાલીમાર્થીઓ એ જૂડો,કરાટે,રેસલિંગ કરી કરતબ બતાવ્યા હતા. SRT દ્વારા સ્પેશ્યિલ બસ હાઇ જેક કરી ને ડેમોસ્ટ્રેશન પણ બતાવામાં આવ્યું હતું. મહિલાઓ એ વિવિધ ક્ષેત્ર માં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પેટ્ટી બાંધી ને રાઇફલ ની કામગીરી કરી ને પણ કરતબ બતાવ્યું હતું. મહિલાઓ કેટલી તાકાતવર છે તે આ દ્રશ્યો પરથી ખરા અર્થમાં જોવા મળ્યું હતું. માત્ર આ કરતબો પરથી નહિ પણ મહિલા પોલીસની કામગીરી પણ સહુ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની તાકાત દેખાતી હોય છે.
ત્યારે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું કે ‘અમદાવાદમાં આયશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારાશે.’ સરકારે થ્રિ લેયર સુરક્ષા ને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટ થી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી. 50થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું છે.