સાવધાન..!! રાજ્યમાં દારૂબંધી પર કોઈ છૂટછાટ નહિ મળે

ગાંધીનગર :

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓની સુરક્ષા બાબતે જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી ગુજરાત સરકારની છે. તેથી જ ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવતી નથી અને જો રાજ્યમાં દારૂની છૂટ આપવામાં આવે તો મહિલાઓ સુરક્ષિત નહિ રહે. દારૂબંધી છે એટલે જ મહિલાઓ મોડી રાત સુધી ફરી શકે છે પરંતુ જો દારૂની છૂટ આપવામાં આવે તો મહિલાઓ રાતે ઘરની બહાર ન નીકળી શકે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી કે ગૃહના સભ્યોને મહિલા વિશે વાતો થાય અને ગૃહના નેતા સંબોધન કરતા હોય તો બેન્ચ ખખડાવીને મહિલાનું સન્માન કરવું જોઈએ.

મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનામાં 10 લાખ મહિલા જોડાઈ છે, જેમાં મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ભાજપ સરકાર પ્રથમ વખત ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા અનામત આપ્યું તેવી જ રીતે પોલીસ ભરતી સહિત અન્ય સરકારી ભરતી પણ મહિલા માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે. આમ, અવકાશથી માડીને પશુપાલન સુધીમાં તમામ મહિલાઓ કામ સંભાળે તેવી શુભકામનાઓ મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *