ઘોર કળિયુગ..!! મહિલા દિને જ અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ

ગાંધીનગર :

એક તરફ જ્યાં સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા સાથે સ્ત્રીનું માન-સમ્માન અને ઇજ્જતને લઇને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અજમેરમાં ગુજરાતની એક યુવતી પર અમુક લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ યુવતીને હવસનો શિકાર બનાવીને દુષ્કર્મ આચરનારા લોકોએ તેને બેહોશ હાલતમાં છોડીને નાસી ગયા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ યુવતી મળી આવી હતી. જે બાદ તેને JLN હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અજમેર દક્ષિણના DSP મુકેશ સોનીએ જણાવ્યું કે, રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિગ કરી રહી હતી. જે દરમિયાન એક યુવતી બેભાન અવસ્થામાં જોવા મળી હતી, જેને પોલીસકર્મીઓએ ગંભીરતાથી લઈ તાત્કાલિક JLN હોસ્પિટલમાં મોકલી આપી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેમનું નિવેદન અલવર ગેટ પોલીસ અધિકારી સુનિતા ગુર્જર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે, કેટલાક યુવકો તેને કોઈ જગ્યાએ લઈ ગયા હતા અને તેને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો હતો. જે બાદ આરોપીઓ તેને છોડીને નાસી છૂટ્યા હતા.

DSP સોનીએ જણાવ્યું હતું કે, પીડિતા ગુજરાતની છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાનું લેખિતા નિવેદન આપ્યું હતું. હાલ પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે. આ કેસમાં ફરિયાદ દાખલ કરીને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *