ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. ભાજપની આ ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીએ મોદીએ ટ્વિટ કરી જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *