
ગાંધીનગર કડી સર્વ વિશ્વ વિધાયલય દ્વારા પત્રકારત્વનો કોર્ષ ચલાવવામાં આવે છે. દર વર્ષે ઘણા નવયુવાનો પત્રકારત્વનો કોર્ષ કરી પત્રકારની સેવામાં જોડાતા હોય છે અને એક આગવી ઓળખ ઉભી કરતા હોય છે. કડી સર્વ વિશ્વવિધાયલયમાં દરેક વિષય પર તજજ્ઞ શિક્ષકો દ્વારા વિધાર્થીઓને પત્રકારની કામગીરી વિશે ઉંડાણ પૂર્વક શિક્ષણ આપવામાં આવે છે. કડી વિશ્વવિદ્યાલયમાં ગાંધીનગરના સિનિયર પત્રકાર કૃષ્ણકાન્ત જહા દ્વારા દર શનિવારે વિધાર્થીઓને પત્રકારનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરાવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તે હેતુથી ઓનલાઈન શિક્ષણનું વિધાર્થીઓ માટે આયોજન કર્યું હતું અને ઓનલાઈન શિક્ષણમાં કોઈ પણ વિધાર્થીને કોઈ મુશ્કેલી ના પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું સાથે સાથે સંપૂર્ણ અભ્યાસ ક્રમ પૂર્ણ પણ કર્યો હતો અને ઓનલાઈન પરીક્ષા યોજી હતી.ત્યારે તાજેતરમાં જ પત્રકારીતા વિભાગનું પ્રથમ સેમિસ્ટરનું પરિણામ જાહેર કરાયું હતું. પત્રકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ PGDJMC (SEM 1) 2020 -2021 BATCH માં યુનિવર્સિટી પ્રથમ પટેલ શિખા CPI 10 સાથે પ્રથમ ક્રમે આવ્યા હતા. બીજા ક્રમે જગદીશભાઈ શાહ CPI 9.20, ત્રીજા ક્રમે સુસ્મિતા ડામોર,નકરાણી દીનેશચંદ્ર, જટકીયા જલ્પાબહેન CPI 9.00, ચોથા ક્રમે દવે કુમુળચંદ્ર ,જાની કાર્તિક કુમાર CPI 8.80 જયારે પાંચમા સ્થાને રાજપૂત સુરેન્દ્ર તથા શાહ નિકિતા CPI 8.60 રહ્યા હતા. તમામ વિદ્યાથીઓને પત્રકારીતા વિભાગના મિતેષ ભાઈ મોદી તથા ગાંધીનગરના સિનિયર પત્રકાર કૃષ્ણકાંત જહા દ્વારા શુભેચ્છાઓ આપાઈ હતી.