
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળીયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કચ્છ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. વહેલી સવારે પડેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, એરંડા, જીરું, બટાકા અને કેરીના પાકમાં મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દ્વારકા, જામનગર, કચ્છમાં પડ્યા વરસાદી છાંટા
કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે પણ ભુજ, મિરઝાપર, સુખપર, માધાપરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
દ્વારકામાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં
દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં આજે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. તો ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતો મુકાયા ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. ખેડૂતો ચણા, ધાણા, ઘઉં જેવા તૈયાર પાકને લઇ ચિંતામાં જોવા મળી રહ્યા છે.
જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ
જામનગરમાં પણ આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આજે વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા.
રાજકોટમાં ફૂંકાયો ઠંડો પવન
રાજકોટમાં પણ આકાશમાં કાળા વાદળો છવાયા છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. મોડી રાત્રિના ઉકળાટ બાદ સવારે વાતાવરણ પલટાયું હતું. સવારે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે.
બનાસકાંઠાના વાતવરણમાં પલટો આવ્યો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી અહીં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા છે. બનાસકાંઠામાં 15 માર્ચથી 17 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ આવે તો ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે. આગાહીના પગલે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
બનાસકાંઠાના વાતવરણમાં પલટો આવ્યો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી અહીં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા છે. બનાસકાંઠામાં 15 માર્ચથી 17 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ આવે તો ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે. આગાહીના પગલે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.