રાજકોટ – એરપોર્ટ પર એરક્રાફ્ટના ટેક ઓફ અને લેન્ડિંગનું ટેસ્ટિંગ શરૂ, આ સમયે થઈ શકે છે શરુ એરપોર્ટ

રાજકોટના હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

અત્યારે એરપોર્ટ પર એરક્રાફ્ટના ટેક ઓફ અને લેન્ડિંગનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ટેસ્ટિંગમાં એરક્રાફ્ટ દિવસ અને રાત બંને સમયે ટેક ઓફ અને લેન્ડ થશે. એરપોર્ટ પર સ્થાપિત સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે.  એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ્સ, સિસ્ટમ કેલિબ્રેશનનું પરીક્ષણ પણ કરવામાં આવશે. રાજકોટમાં બની રહેલા આ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેવી અટકળો ચાલી રહી છે. 

જમ્બો એરક્રાફ્ટ પણ આ એરપોર્ટ પર ઉતરી શકશે
આગામી સમયમાં રાજકોટને આ નવી ભેટ મળવા જઈ રહી છે. એરક્રાફ્ટના ટેક-ઓફ અને લેન્ડિંગનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. DGCAની મંજૂરી આગામી સમયમાં જલદી જ મળશે. એરપોર્ટ આગામી એકથી બે મહિનામાં કાર્યરત થશે. રાજકોટનું હિરાસર એરપોર્ટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે.  આ રનવે પર બોઇંગ 737 કરતા મોટા જમ્બો એરક્રાફ્ટ પણ આ એરપોર્ટ પર ઉતરી શકશે.

આગામી થોડા મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું એરપોર્ટ મળશે. અમદાવાદ એરપોર્ટ પર હાલમાં ગુજરાતમાં સૌથી વધુ એર ટ્રાફિક છે, જ્યારે સુરત અને વડોદરા એરપોર્ટ ટૂંકા રનવે ધરાવે છે. ગુજરાતને ટૂંક સમયમાં સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ મળશે. એરપોર્ટના નિર્માણનું 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જો બધું બરાબર રહેશે તો એપ્રિલ-મેમાં રાજકોટને એરપોર્ટ મળી શકે છે. 

આ છે આ એરપોર્ટની વિશેષતા
આ એરપોર્ટ 1405 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટનો કુલ બિલ્ડઅપ એરિયા 23,000 ચોરસ કિલોમીટર છે. આ એરપોર્ટ 1025. 54 હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ પર 14 મોટા એરક્રાફ્ટ પણ પાર્ક કરી શકાય છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. રનવેની નીચે એક ટનલ બનાવવામાં આવી છે જેથી પાણી ભરાઈ ન જાય. આ ટનલ 700 મીટરની છે. બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ અહીં લેન્ડ થઈ શકશે અને તેઓ ટેક ઓફ કરી શકશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *