અંબાજી પ્રસાદ મામલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા 116 નોટીસ અંતર્ગત માંગવામાં આવી ચર્ચા

અંબાજી પ્રસાદ મામલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા 116 નોટીસ અંતર્ગત આ ચર્ચા માંગવામાં આવી છે. 

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બદલી ચીકીનો પ્રસાદ શરુ કરાયો છે. જેને લઈને ભક્તોમાં નારાજગી છે ત્યારે આ મામલાને કોંગ્રેસે પણ ઉઠાવ્યો છે અને ટ્રસ્ટી મંડળ પર ચીકી શરુ કરવા મામલે કેટલાક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આજે ગૃહમાં ચર્ચા માટે કોંગ્રેસે માંગ કરી છે. 

વિધાનસભાની અંદર અંબાજી પ્રસાદ મામલે મુદ્દો સામે આવતા ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી દ્વારા નિયમ 116 અંતર્ગત નોટીસ દાખલ કરવામાં આવી છે. અંબાજીમાં મોહનથાળાનો પારંપરીક પ્રસાદ શરુ રાખવા મામલે કોંગ્રેસ દ્વારા ચર્ચા કરવામાં આવી શકે છે. ચીકીના બદલે મોહનથાળના પ્રસાદની માંગ ઉભી થઈ છે ત્યારે કોંગ્રેસ પણ આ મામલે સવાલો ઉઠાવી રહી છે. 

મંદિર ટ્રસ્ટીએ પ્રસાદી બદલવવાનો નિર્ણય લીધો છે. ચીકીના નિર્ણયથી નારાજગી જોવા મળી છે. મોહનથાળનો પ્રસાદ અહીં બનતા વર્ષોથી પ્રસાદ બનાવતી મહિલાઓની રોજગારી છીનવાસે તેને લઈને પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. મોહનથાળ એ પ્રસાદી માટે પંરપરાગત પ્રસાદ છે જે ફરીથી ચીકીના બદલે શરુ કરવામાં આવે તે માટે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે માંગ કરી હતી. મોહનથાળનો પ્રસાદ માતાજી માટે રાજભોગ કહેવાય છે.

મોહનથાળનો પ્રસાદ શરુ કરવા માટે કોંગ્રેસ પ્રતિનિધિત્વ મંડળ આજે ટ્રસ્ટીઓને રજૂઆત કરશે. અંબાજી મંદિરમાં દર્શન કરીને રજૂઆત કરશે. પ્રવક્તા હેમાંગ રાવલ સહીતનું કોંગ્રેસ પ્રદેશનું પ્રતિનિધિ મંડળ  અંબાજી પહોંચ્યું છે. ત્યારે આજે વિધાનસભામાં પણ અધ્યક્ષ સંબંધિ મંત્રી સાથે ચર્ચા કરી વિધાનસભામાં ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બાયડ ધારાસભ્યએ સીએમને પત્ર લખીને મોહનથાળની પ્રસાદી શરુ કરવા માટે પણ માંગ કરી છે. આ માટે અગાઉ ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ પારંપરિગ મોહનથાળની પ્રસાદી શરુ રહે તે માટે આગ્રહ કર્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *