દેશનો સૌથી નાની વયનો કોરોના યોદ્ધા

આજે પણ કોરોના કાળને યાદ કરતા શરીરમાંથી એક કંપારી પસાર થઈ જાય છે. લાખો લોકો મુર્ત્યુ પામ્યા હતા. જનજીવન ઠપ્પ થઈ જવા પામેલ હતું પરિવારજનો પણ એકબીજાથી દૂર દૂર ભાગતા હતા. માનવતા ડગમગી રહી હતી. લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા.

કોરોનાને કારણે મોતના સમાચારો સાંભળીને લોકો ભયભીત થઈ જવા પામેલ હતા. ત્યારે ગોધરામાં રહેતા 7 વર્ષના કિહાનખાન પઠાણના માતા પિતાને પણ કોરોના થયો હતો. તેમ છતાં 7 વર્ષનો કિહાનખાન લોકોની મદદ માટે જીદે ચઢતા માતા પિતાએ તેને લોકોની મદદ કરવાની છુટ આપતા જીવના જોખમે ઘરમાંથી નીકળીને શહેરની ગલીઅોમાં નીકળી પડ્યો હતો. લોકોને કોવિડને લગતી જરૂરી માહિતી તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોચાડી કપરા સમયમાં ઉમદા કામગીરી કરીને માનવતા મહેકાવી હતી.

વિડિઓ બનાવીને લોકોને કોરોના ગાઈડ લાઈનને લગતા નિયમો પાળવા સહિતના સંદેશા પણ આપતો હતો. જેને લઇને તે દેશનો સૌથી નાની વયનો કોરોના યોદ્ધા તરીકે જાણીતો થયો હતો. જેને લઈને દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મ.પ્ર., છત્તીસગઢ, ઝારખંડ, પોન્ડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળ મળી 18 રાજ્યોની 180 સંસ્થા દ્વારા કિહાનને સન્માનિત કરાયો હતો. મહારાષ્ટ્રની NGOની નેશનલ બુકમાં પણ બાળકનો સમાવેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *