
અમદાવાદમાં સિમ્સથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તે BMW કાર ચાલકે દંપત્તિને ટક્કર મારી હતી.
કાર ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, નશામાં હોવાની આશંકા છે કેમ કે, કારમાંથી દારુ મળી આવ્યો છે. કાર ચાલક સામે હિટ એન્ડ રન તેમજ દારુના મામલે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીએમડબલ્યુ કાર ચાલકે દંપત્તિને અડફેટે લીધા હતા જેમને તત્કાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા બીએમડબલ્યું કાર ચાલ કાર ત્યાંથી મુકીને ફરાર થઈ ગયો હતો. સોલા પોલીસે કાર માલિક સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. કાર ચાલકની ગાડીમાં દારુની બોટલ મળી આવી હોવાથી દારુના નશામાં કાર ચલાવતો હોવાનો પણ આક્ષેપ છે. દંપત્તિને ગંભીર ઈજા થતા તેમનો જીવ પણ આ કારણે જોખમાયો છે.
અમદાવાદમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. એક તરફ કેટલાક મોટા રોડ પર સ્પીડ લિમિટ હોવા છતાં પણ આ પ્રકારે ગમખ્વાર રીતે કાર હંકારવામાં આવી રહી છે. જેના કારણે આ પ્રકારે અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે. આ ઘટનાઓ સામે બીજી તરફ સ્પીડ ગનથી સ્પીડમાં કાર ચલાવતા દંડ કરવાની તેમજ ટ્રાફીક નિયમના ભંગ અંતર્ગત કાનુની કાર્યવાહી પણ કરવામાં આવી છે તે છતાં પણ આ કાર્યવાહીને ઘોળીને જાણે કાર ચાલકો પી જતા હોય તેમ લાગી રહ્યું છે.ટ કાર ચલાવવી અને સેફ્ટી સાથે ચલાવવી એ દરેક ચાલકની ફરજ છે. જે તેઓ ચૂકી રહ્યા છે.