વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે પહેલી ઈન્ટરનેશનલ મેચ, ટીકિટ બૂકિંગ આજથી શરુ

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં અધિકારીઓએ જાણકારી આપી છે કે, ચાર મેચોની શ્રેણીમાંથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે જેમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ઈંગ્લેન્ડની ટીમ આ સ્ટેડિયમમાં ભારત સામે અન્ય બે ટેસ્ટ મેચ રમશે, જેમાંથી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સ્ટેડિયમમાં એક લાખ દસ હજાર દર્શકોની બેઠક ક્ષમતા છે.

દર્શકો માટે દરેક પ્રકારનાં પ્રિકોશનનું ધ્યાન રાખવામાં આવશે
ત્રીજી ટેસ્ટ મેચ પિન્ક બોલ ટેસ્ટ કે જે 24 ફેબ્રુઆરીનાં રોજ શરુ થશે જેની ટીકિટનાં દર 300 અને 1000ની વચ્ચે રાખવામાં આવ્યા છે. જીસીએનાં ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ કહ્યું કે કોવિડ-19 બાદ શ્રેણીની મેજબાની કરવી જીસીએ માટે સન્માનની વાત છે અને ખેલ પ્રેમીઓનાં મનોરંજન માટે દરેક પ્રકારનાં પ્રિકોશનનું ધ્યાન રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *