ઉધાર માંગવા પર રાઈફલ બતાવી, દુકાનદારે 80 રૂપિયા માંગ્યા, તો BSF જવાને ગોળી મારી દીધી 

બિહારના સિવાન જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બીએસએફના એક જવાને નશાની હાલતમાં દુકાનદાર પર ગોળી ચલાવી દીધી. ઘટના સિવાનના પોખરા ગામની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બની હતી અને પોલીસે આરોપી BSF જવાનની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન, ચાર બુલેટ અને એક બાઇક મળી આવી છે.

કઈ વાત પર ચલાવી ગોળી 

અહેવાલ મુજબ બીએસએફ જવાનનું નામ ઉજ્જવલ કુમાર પાંડે છે અને તે રતનપુરાનો રહેવાસી છે. અને જેને ગોળી વાગી તેનું નામ મુન્નીલાલ રામ છે. પોલીસના જણાવ્યા અનુસાર બીએસએફ જવાન પાંડે મુન્નીલાલની દુકાને તાડી લેવા ગયો હતો. ત્યાં 80 રૂપિયા માટે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મુન્નીલાલ પાંડે પાસેથી તેણે પીધેલી તાડી માટે પૈસાની માંગણી કરી રહ્યો હતો. પરંતુ બીએસએફ જવાને પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ અંગે બોલાચાલી થઈ હતી અને બીએસએફ જવાને દુકાનદાર પર ત્રણ ગોળીઓ ચલાવી દીધી.

મહારાજાગંજ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) કહે છે કે મુન્નીલાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેને સિવાનની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તે સ્વસ્થ છે અને ખતરાની બહાર છે. તેમણે કહ્યું કે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે બીએસએફ જવાન નશાની હાલતમાં હતો અને તેણે આ કેસ અંગે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *