કચ્છ ના આકાશ માં અદ્ભુત ખાગોળી ઘટના

કચ્છ ના આકાશ માં અદ્ભુત ખાગોળી ઘટના

ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિ નિહાળી ખગોળ પ્રેમીઓ રોમાંચિત

આજે સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિનો નઝારો જોવા મળ્યો હતો. આ બાબતે સ્ટર્ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે માહિતી આપતાં જણાવ્યું હતું કે મીન રાશિમાં ચંદ્ર ૨૫ અંશ, ગુરુ ૧૫ અંશ અને શુક્ર ૬ અંશની સ્થિતિ એ હોઈ ત્રણેય વચ્ચે સમાન અંતર અને ઊભી લીટી માં હોઈ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું.

આવીજ બીજી ખગોળીય ઘટના આગામી તારીખ એક માર્ચ અને બીજી માર્ચ ના પણ જોવા મળશે ધીમે ધીમે શુક્ર અને ગુરુનું અંતર ઘટતું જશે અને બન્ને ગ્રહો એક મેકની નજીક આવી જશે.

શુક્ર એ આપણી સૂર્યમાળા નો સૌથી વધુ પ્રકાશિત ગ્રહ છે જ્યારે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે આમ આવી ખગોળીય ઘટનાઓ આપણે સૌને ખાસ કરી ને બાળકોના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બની શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *