સુસાઇડ નોટ જેવા જ અક્ષર છે સીટી સ્કેન અને એમઆરઆઇની ચીઠ્ઠીમાં

મૃતક ડો. ચગ સેવાની ભાવનાથી ઓછા ભાવમાં પ્રાઇવેટ લેવલ પર દર્દીઓની સેવા કરતા હતા કોરોના વખતે તેને ખૂબ સારી કામગીરી કરી હતી. સવારે 9:00 વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા સુધી તેને ત્યાં દર્દીઓની ઓપીડી ચાલુ રહેતી હતી. આટલા લાંબા કલાકોની સેવા આપવા વાળા ડોક્ટરની યાદીમાં તેનું નામ મોખરે હતું. મૃતક ડો. ચગની પરોપકારી વૃતિનો ગેરફાયદો ઉઠાવી આપઘાત કરવા મજબૂર કરનાર લોકોએ રાત દિવસની મહેનતથી કરેલી કમાણી પચાવી પાડી છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ પોતાનો આશરો ગુમાવ્યો છે સસ્તા ભાવે ઉચ્ચતમ સારવાર કરવાનું કાર્ય જે સરકાર ન કરી શકે એ કાર્ય મૃત તબીબ છેલ્લા ત્રણ દાયકાથી કરી રહ્યા હતા તેને ન્યાય આપવા માટે તમામ લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી રાજકારણથી પર થઈ યથાશક્તિ તેમના પરિવારને મદદ કરે તેવી પણ તેમણે અપીલ કરી છે જૂનાગઢના તબીબ જલ્પન રૂપાપરાએ વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર ચગના જ સ્વહસ્તે લખેલી સુસાઇડ નોટ હોવા છતાં આરોપીઓને પકડવામાં આવતા નથી જે અક્ષર છે તેના મારી પાસે અનેક પ્રીસકીપ્સન પડેલા છે જે બતાવવા હું તૈયાર છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *