ડો. ચગે બે અઢી કરોડની લેણી રકમના ચેક મને બતાવ્યા હતા : તબીબ જલ્પન રૂપાપરા

જૂનાગઢના ડો.જલ્પન રૂપાપરાએ આજે વેરાવળના ડો.અતુલ ચગના આપઘાત મામલે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે કે તેઓ છેલ્લા દોઢ બે વર્ષથી મૃત ડો.અતુલ ચગના સંપર્કમાં હતા 8 થી 10 મહિના પહેલા તેઓ ડો.ચગને મળ્યા ત્યારે તેણે જણાવ્યું હતું કે ખૂબ લાંબા સમયથી મારી મહેનતથી કમાયેલી આ મોટી રકમ આ લોકો મને વારંવાર વિનંતી કરવા છતાં પાછી આપતા નથી તો આનું શું કરી શકાય? એ બાબતે જૂનાગઢના તબીબી રૂપાપરાએ જણાવ્યું હતું કે, તમે આ અંગે રાજેશભાઈ ચુડાસમાને વાત કરી છે? તો મૃતક તબીબે જણાવ્યું કે, મેં આ અંગે બંનેને વારંવાર રજૂઆતો અને આજીજી કરેલ છે મારી રકમ પરત આપવા બાબતે, પરંતુ ખૂબ લાંબો સમય વીતી ગયો હોય અને રાજકીય પીઠબળ હોવાથી હવે એ લોકો મારા લીધેલા પૈસા પાછા આપવાની દાનત લાગતી નથી તેવું મૃત તબીબે જુનાગઢના તબીબને જણાવ્યું હોવાનો દાવો કર્યો છે જૂનાગઢના તબીબે કરેલા આક્ષેપ મુજબ મૃત તબીબ ડોક્ટર સાથેની વાતચીતમાં નારાયણભાઈના ઉલ્લેખ બાદ જૂનાગઢના તબીબ રૂપાપરા નારાયણ ભાઈ કોણ? એમ પૂછતા તેના જવાબમાં મૃત ડો.અતુલ ચગે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ હોવાનું સ્પષ્ટ કરેલ હતું જેથી આ સમગ્ર બનાવવામાં હવે જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના પરિવાર પર ગંભીર આરોપ લાગવાનું શરૂ થયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *