ખોડિયાર ડેમની રેલીંગ પરથી ફોટો પાડવા જતાં પગ લપસતાં ચલાલાના પુરુષનું સારવારમાં મોત

ખોડિયાર ડેમની રેલીંગ પરથી ફોટો પાડવા જતાં પગ લપસતાં ચલાલાના પુરુષનું સારવારમાં મોત

ધારીના ખોડિયાર ડેમ પર અનેક પ્રવાસીઓ આવીને તસવીરો પડાવતાં હોય છે. ચલાલાના એક પુરુષનું ખોડિયાર ડેમની રેલીંગ પરથી ફોટો પાડવા જતી વખતે પગ લપસતાં પટકાતાં માથામાં ઈજા થઈ હતી. જેના કારણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે હાલ નવસારીમાં રહેતા અને મૂળ ચલાલાના ભીખુભાઈ પ્રાગજીભાઈ ખુંટ (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ ચતુરભાઈ પ્રાગજીભાઈ ખુંટ (ઉ.વ.૪૮) તા.૨૩/૦૧/૨૦૨૩ રોજ તેનું બાઇક લઇને ધારી ખોડિયાર મંદિર ગયા હતા. ખોડિયાર ડેમ ખાતે મોટર સાઇકલ ઉભું રાખી ડેમની પાળી ઉપરથી ડેમ જોવા જતા કે ડેમની રેલીંગ (પાળી) ઉપર ફોટો પાડવા જતા અચાનક અકસ્માતે પગ લપસતા ડેમની પાળી પરથી નીચે પડી જતા ડેમના દરવાજાની રેલીંગ ઉપર પટકાતા માથાના ભાગે તથા શરીરે ઇજા થઈ હતી. જેને લઈ તેમને પ્રથમ અમરેલી અને ત્યાંથી વધુ સારવારમાં અમદાવાદ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવારમાં તેમનું મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમારસિંહ કે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *