ગુજરાતમાં પરેશ રાવલે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા નિવેદનથી અભિનેતાની મુશ્કેલી વધી, કોર્ટમાં કરી અરજી

ચૂંટણીમાં આપેલા નિવેદન પર પરેશ રાવલની મુશ્કેલી વધી છે. કોલકાતા પોલીસ સામે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં આજે સુનાવણી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ બોલિવૂડ અભિનેતા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલનું ચૂંટણી નિવેદનને લઈને વિવાદ સામે આવ્યો હતો. પરેશ રાવલે કોલકાતામાં નોંધાયેલી એફઆઈઆર અને નિવેદન અંગે પોલીસના સમન્સ સામે હાઈકોર્ટનું સરણ લીધું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પરેશ રાવલે નિવેદન આપ્યું હતું. નિવેદન વાયરલ થયા બાદ સીપીએમ નેતાએ ફરિયાદ નોંધાવી હતી. આ પછી કોલકાતા પોલીસે FIR નોંધી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિવેદનનો આ હતો સમગ્ર મામલો
ફિલ્મ અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. કોલકાતા પોલીસના સમન્સ સામે પરેશ રાવલે હાઈકોર્ટનું શરણ લીધું હતું. પરેશ રાવલે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કોલકાતા હાઈકોર્ટના જસ્ટીસે આજે ગુરુવારે પરેશ રાવલની અરજી પર સુનાવણી કરશે. જો રાવલને કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેમણે કોલકાતા પોલીસ સમક્ષ હાજર થવું પડી શકે છે. પરેશ રાવલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વલસાડમાં એક રેલીમાં કહ્યું હતું કે ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેના ભાવ ઘટશે, લોકોને રોજગારી પણ મળશે પરંતુ જ્યારે રોહિંગ્યા પ્રવાસીઓ અને બાંગ્લાદેશીઓ આવવા લાગશે ત્યારે તમે શું કરશો. શું તમને દિલ્હી ગમે છે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધવા? આ નિવેદન બાદ કોલકાતા પોલીસે પરેશ રાવલ વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

કોલકાતા પોલીસે કમ્યુનિસ્ટ પાર્ટીના એક નેતાની ફરિયાદ પર કેસ નોંધ્યો 
કોલકાતા પોલીસે કમ્યુનિસ્ટ પાર્ટીના એક નેતાની ફરિયાદ પર પરેશ રાવલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમના પર ગુજરાતમાં ચૂંટણી રેલીમાં બંગાળી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષા આપવાનો આરોપ છે.  કોલકાતા પોલીસે પરેશ રાવલ વિરુદ્ધ બંગાળીઓને બાંગ્લાદેશી કહેવા બદલ FIR નોંધી છે. કોલકાતા પોલીસે પરેશ રાવલને બોલાવ્યા હતા. પરંતુ તે પોલીસ સમક્ષ હાજર થયા નહોતા. તેમણે પોલીસ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *