
દરોડાને લઈને ડેપ્યુટી સીએમની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કર્યું છે કે મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી અને કઈ મળશે પણ નહીં.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સચિવાલયમાં આવેલી ઓફિસ પર CBIએ દરોડા પાડ્યા છે. દરોડાને લઈને ડેપ્યુટી સીએમની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કર્યું છે કે મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી કે મળશે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ઓફિસમાં દરોડા
તો બીજી તરફ CBI સૂત્રોએ કહ્યું કે. અમે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ઓફિસ પર દરોડા પાડ્યા નથી. હાલમાં CBI તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેમની ઓફિસ પર સીબીઆઈના દરોડાનો આરોપ લગાવ્યો છે.
તેમણે રવિવારે સાંજે 4 વાગ્યે ટ્વીટ કરીને કહ્યું, “આજે ફરી CBI મારી ઓફિસમાં પહોંચી છે. તેમનું સ્વાગત છે. તેઓએ મારા ઘરે દરોડા પાડ્યા, મારી ઓફિસ પર દરોડા પાડ્યા, મારા લોકરની તલાશી લીધી, મારા ગામમાં તપાસ પણ કરી. મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી અને મળશે પણ નહીં. કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. મેં પ્રામાણિકપણે દિલ્હીના બાળકોના શિક્ષણ માટે કામ કર્યું છે.”