
Makar Sankranti : ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ પતંગ ઉડાવીને અને તલ સાંકળી, સિંગ ચીકી વગેરેનો પણ સ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા. આ સાથે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે, ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.