મુંદરા પોલીસે સ્વિફ્ટ કાર માંથી 80 હજારના દારૂ સાથે બે ઝડપાયા

મુંદરા પોલીસે સ્વિફ્ટ કાર માંથી 80 હજારનો દારૂ ઝડપ્યો

રિપોર્ટ : જલ્પેશ ખત્રી

મુંદરા પોલીસે બારોઈ રોડ ૫૨ એક સ્વિફ્ટ કારને આંતરી 80625 રૂપિયાનો વિદેશી શરાબના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે વૉચ ગોઠવી સ્વિફ્ટ કારને આંતરવા પ્રયાસ કર્યો હતો.

તેમાં સવાર બે શખ્સોએ પોલીસને જોઈ કારને હોટેલ ડાયરા નજીક રોડ નીચે ઉતારી નાસી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને કુલદિપસિંહ હનુભા રાઠોડ (રહે. ખેતરપાળનગર, બારોઈ રોડ, મૂળ રહે. શંખેશ્વર, પાટણ) અને વિશ્વરાજ ઉર્ફે વિશુ જશુભા જાડેજા (રહે. બારોઈ, મૂળ રહે. દ્વારકા)ને ઝડપી પાડ્યાં હતા.

પ્રાથમિક પૂછતાછમાં બેઉ જણે શરાબનો જથ્થો માંડવીના ત્રગડીના લિસ્ટેડ બૂટલેગ૨ યુવરાજસિંહ જાડેજા અને અબડાસાના ખાનાયના જીતુભા સોઢા પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું.

મુંદરા પોલીસે ચારે સામે ગુનો નોંધી કાર, બે ફોન અને શરાબ મળી ૩ લાખ 90 હજાર 625 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *