મેંદરડા મતવિસ્તાર ના રોકાયેલા પોલીગ અને પોલીસ સ્ટાફ માટે મતદાન કરવાનો કાર્યક્રમ યોજાયો

આજરોજ જુનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠક માટે પહેલી તારીખે પાંચ બેઠકોનું મતદાન થવાનું હોય ત્યારે આ મતદાન મથક પર રોકાયેલા પોલિંગ અને પોલીસ સ્ટાફ ના મતદાન કરવા માટે નક્કી કરેલ સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવી હતી જેમાં આજરોજ તારીખ 22 11 2022 અને 23 11 2022 ના દિવસે તમામ બેઠકો માટે બેલેન્સ પેપરથી સ્ટાફ માટે મતદાન કરવાનું આયોજન હોય જેમાં 85 માણાવદર મેંદરડા વંથલી બેઠકના મતદારો સ્ટાફ ના માટે પોલિંગ સ્ટાફ પેપર દ્વારા મતદાન કરેલી તારીખ 22 11 2022 એટલે કે આજરોજ વંથલીના દેવ પ્રસાદ શૈક્ષણિક સંકુલ ગુરુકુળ ખાતે નક્કી કરાયું હતું જેમાં પોલીસ સ્ટાફ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પણ આજે કરાયું હતું

તમામ મતદારો માટે અલગ અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા જેમાં 85 માણાવદર મતવિસ્તારમાં રોકાયેલા સ્ટાફ અને તે વિસ્તારના મતદાર ભાઈઓ બહેનો માટે વંથલી ના દેવપ્રસાદ શૈક્ષણિક સંકુલ ગુરુકુળ પાસે વંથલીમાં નક્કી કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્ટાફગણ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *