તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો અએને તેમને મોટા માણસ બનાવીશું – અમિત શાહ

આજે અમતિ શાહે બનાસકાંઠામાં જંગી સભાને સંબોધી હતી. ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારમાં ચૌધરી સમાજનું પ્રભુત્વ છે ત્યારે બીજેપીએ આ વિસ્તારમાં શંકર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.  

આજે બનાસકાંઠામાં સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શંકર ચૌધરીને વોટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું તમે શંકર ચૌધરીને વોટ આપીને ધારાસભ્ય બનાવો અમે તેમને મોટા માણસ બનાવીશું.

થરાદમાં સભાને સંબોધતા અમિત શાહે શંકર ચૌધરીને મત આપીને જીતાડવાની અપીલ કરી હતી. લોકોને અપીલ કરતા અમિત શાહે કહ્યું કે હું અહીં શંકર ચૌધરીને જીતાડવા પ્રચાર માટે આવ્યો છું. તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો, ભાજપ પક્ષ શંકર ચૌધરીને મોટો માણસ બનાવવાનું કામ કરશે. આ સાથે અમિત શાહે ભાજપ તરફથી થરાદ અને વાવ બંને બેઠકો પર ભાજપનું કમળ ખીલવવા લોકોને અપીલ કરી હતી.

ખાસ કરીને આજે અમિત શાહની વિવિધ સભાઓ યોજવામાં આવી હતી. જેમાં એક સભા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ખાતે યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ખંભાત બાદ બનાસકાંઠાના થરાદમાં પ્રચાર કર્યો હતો. ખાસ કરીને ભાજપ દ્વારા અત્યારે ઝંઝાવાતી પ્રચાર 182 સીટો પર કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રથમ તબક્કાની વિધાનસભાની બેઠકો પર પ્રચારની તૈયારીઓ વધુ તેજ કરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *