
ભાજપ અસારવામાંથી આ વખતે મેયર કિરીટ પરમારને ઉતારે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અસારવા વિધાનસભા બેઠક હવે ભાજપનો ગઢ છે. અસારવા બેઠક અનામત બેઠક છે અને સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. તેથી, સમગ્ર ગુજરાતમાંથી અનામત વર્ગના દાવેદારી પણ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં તાજેરતમાં જ સેન્સ પ્રક્રીયા પૂર્ણ થતા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી છે. જેમાં નામોની પેનલ 182 વિધાનસભા માટે તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદના મેયર કિરીટ પરમારની છબી એકદમ સ્વચ્છ છે. તેઓ જ્યારે અમદાવાદના મેયર બન્યા ત્યારથી લાઈમલાઈટમાં આવ્યા હતા. ભાજપ તેમને અસારવા બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. જોકે, તેમણે અત્યાર સુધી ક્યાંય ટિકિટનો દાવો કર્યો નથી. અસારવા બેઠક માટે 62 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભર્યા હતા. અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર સામે ભારે રોષ જોવા મળ્યો છે. કેમ કે, તેમની સામે જ નારાદગી આ ફોર્મ ભરતા સ્પષ્ટ થાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં પ્રદેશમાં ગુનાખોરીમાં પણ વધારો થયો હોવાથી પક્ષે બદનામીથી બચવા ઉમેદવાર બદલવાનું વિચારવાનું શરૂ કર્યું છે. જેમાં કિરીટ પરમાર પ્રથમ પસંદગી બની શકે છે. અસારવા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર છે. મોટાભાગના દાવેદારો તેમની સામે ટિકિટ માટે સેન્સમાં દાવો કર્યો હતો. અસારવા વિધાનસભા બેઠક માટે 60થી વધુ દાવેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેથી આ વખતે બની શકે છે કે, ભાજપના આ ગઢમાં મેયરને ઉતારવામાં આવે.