સિહોરના ખાંભા ગામે કાકાજી સસરા – જમાઈ કોઈ બાબતે ઝઘડો જામ્યો

સિહોરના ખાંભા ગામે કાકાજી સસરા-જમાઈ કોઈ બાબતે ઝઘડો જામ્યો હાલ માં મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના બોરડા ગામે રહેતા યુવાનના પત્ની રિસામણે હોય અને સાસરીયા પક્ષ સાથે ઝઘડો ચાલતો હોય જેને લઈ સિહોરના ખાંભા ગામે બુઢણા ગામના કાકાજી સસરા અને બોરડા ગામના જમાઈ બન્ને મળી જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો . જેમાં બુઢણા ગામના કાકાજી અને બોરડા ગામના જમાઈ ખાંભા ગામે ભેગા થતા ઝઘડો થયો હતો, જેમાં ધાક ધમકી અપાઈ કાકાજી ધીરૂભાઈ દેવસંગભા ૫રમાર અને અજીત મકોડભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના અરસા દરમિયાન તેઓ ખાંભા ગામના વળાંકમાં તેનાસબંધીઓ સાથે ઉભા હતા.

તે વેળાએ તેના લગ્ન બુઢણા ગામે થયેલ હોય અને તેના પત્ની રીસામણે હોય જેથી તેઓને તેના સસરા સાથે બનતુ ન હોય તેની દાઝ રાખી ધીરૂએ તેની પાસે આવી તુ છ મહીનાથી મારા ધ્યાનમાં છો. તેમ કહી અપશબ્દો આપી ઉશ્કેરાઈ આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો. આમ આ બન્ને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો . અને બન્ને ને મળતી વિગતો મુજબ સામાન્ય બાબતે ઝઘડો થયો હતો . જેમાં પત્ની સાસરિયે હોવા બાબતે ઝઘડ્યા હોઈ તેવુ ફરિયાદ માં સામે આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *