
અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર સેવાલિયા નજીકથી દેશી પિસ્તોલ સાથે એક પકડાયો હાલ દિવાળી પર્વ ટાણે પોલીસે સધન ચેકીંગ હાથ ધર્યું છે. આ વચ્ચે ગળતેશ્વર પાસેના અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાડા પાસે આવેલ નવી ચેક પોસ્ટ ઉપરથી બાતમી આધારે ચામુંડા ટ્રાવેલ્સ લકઝરીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે. પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા એ હાલમાં દિવાળીના તહેવારો અનુંસધાને તેમજ આવનાર ચુંટણી અનુંસધાને બહારના રાજયોમાંથી આવતા વાહનોમાંથી ગેરકાયદેસર હથીયારો તેમજ વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા સારૂ જીલ્લામાં પ્રવેશતા નાકાઓ પર સઘન વાહન ચેકીંગ કરવા સુચના આપી હતી.

જે સૂચના મુજબ સેવાલિયા પોલીસ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ફરજ ઉપર હાજર હતી તે વખતે ઇન્દોર-એમપી બાજુથી રાજકોટ તરફ જતી ચામુંડા ટ્રાવેલ્સ લક્ઝરી બસ આવતા રોકીને ચેકીંગ હાથ ધરી હતી જેમાં છેલ્લી સીટમાં બે ઇસમો બેઠેલ હતા જે પૈકી એક ઇસમે લાલ કલરનુ જેકેટ તથા બીજાએ બદામી કલરનુ લેધરનુ જેકેટ પહેરેલ બેઠેલ હતુ તેમની તલાસી લેતાં એક ભારતીય હાથ બનાવટની સિલ્વર કલરની મેગઝીનવાળી લોખંડની પિસ્ટલ આશરે કિંમત રૂપિયા 5 હજાર તથા કાયદાના સઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી ત્રણ જીવતાં કારતુસ આશરે કિમત રૂપિયા 1500 મળી આવ્યા હતા. મહંમદખાન અશરફખાન પઠાણ રહે.કાલાવાડ, હોરાવાડ માંકડા શેરી તા.કાલાવાડ જી.જામનગર વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.