
અમદાવાદમાં ટિકિટ વહેંચણીને લઈને વિવાદ સામે આવ્યો છે. જમાલપુર ખાડીયામાં સિટીંગ ધારાસભ્યને બદલે અન્યને ટિકિટ મળે તેને લઈને લોબિંગ અને દોડધામ થઈ રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
અમદાવાદમાં જમાલપુર-ખાડીયા બેઠક તેમજ અન્ય વેજલપુર બેઠકની અંદર ટિકિટ વહેંચણી મામલે વિવાદ સામે આવ્યો છે. જમાલપુરમાં સિટીંગ ધારાસભ્યને બદલે બીજાને ટિકિટ આપવાની દોડધામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. જમાલપુરમાં વઝીરખાન પઠાણે અજમેર શરીફના વડાઓ થકી ટિકિફ મેળવા પ્રયત્નો કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

છેલ્લી બેઠકમાં સિટીંગને ના કાપવા માટે એક ચીમકી કોંગ્રેસમાંથી ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસને લઈને એક બાબત સામે આવી છે. સિટીંગ ધારાસભ્ય પોતે ટિકિટ પર લડવા ઈચ્છે તો તેમને ટિકિટ આપવી તેઓ સ્વેચ્છાએ ના કહી શકે તો અન્યને ટિકિટ આપવી તે મામલે નક્કી કરાયું છે. અત્યારે જમાલપુરમાં ઈમરાન ખેડાવાલા સિટીંગ ધારાસભ્ય છે ત્યારે વઝીરખાન પઠાણનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. રઘુ શર્મા રાજસ્થાનથી આવે છે. જેથી આ અનુમાન પણ લગાવી શકાય છે.

અમદાવાદમાં વેજલપુર વિધાનસભાની બેઠકમાં ત્યારે જમાલપુર બાદ વેજલપુરમાં વિધાનસભામાં પણ સિંગલ ઉમેદવારને લઈને ચર્ચા ચાલી રહી છે. રુપિયાના જોરે ટિકિટ મેળવવાની ચર્ચા પણ ચાલી રહી છે. જેથી જે બેઠક પર સિંગલ નામોની ચર્ચા છે ત્યાં તપાસ માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.