
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી પ્રવાસ કરશે. ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામા કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાઈ રહ્યા છે. ભારત જોડો યાત્રા અત્યાર સુધી 1050 કિલોમીટરનું અંતર કાપી દીધું છે. ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધી એક અલગ જ શંદેશ આપી રહ્યા છે. આ તકે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત જોડો યાત્રા મારા માટે એક તપસ્યા છે. અને આ કઠિન તપનું ફળ મને મળવાની ઉમ્મીદ પણ છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાથી લોકોને મળીને તેમની સમસ્યા જાણવાનો હતો અને આ ઉદેશ્ય સાર્થક થઇ રહ્યો છે.

ભારત જોડો યાત્રા આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાંથી પસાર થઇ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓએ જે ઉદેશ્યથી યાત્રા શરૂ કરી હતી તે દિશામાં પાર્ટી આગળ વધી રહી છે. કોંગ્રેસ દેશના તમામ લોકોનું પ્રતિનિધત્વ કરે છે. આંધ્રપ્રદેશની સરકાર દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેની સાથે કોંગ્રેસ છે. આ વાયદાઓને પુરા કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી કોઈ જાતિ કે વિશેષ સમુદાય માટે નથી પરંતુ સમગ્ર દેશની જનતા માટે કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે જયારે બીજી પાર્ટીઓ તાનાશાહી છે. કોંગ્રેસ પાર્ટી લોકતાંત્રિક રીતે કામ કરી રહી છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે પીએમ મોદી ક્યારેય પત્રકાર પરિષદ કરતા નથી જયારે કોંગ્રેસ પત્રકરોના દરેક પ્રશ્નનો જવાબ આપે છે. આ જ કોંગ્રેસની સંસ્કૃતિનો હિસ્સો છે.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન રોજગારી, GST જેવા મુદ્દા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનું GST એક દેશ એક ટેક્ષ પ્રણાલી હતું જયારે ભાજપનું GST લોકો પર થોપવામાં આવી રહ્યું છે. દેશમાં નાના ઉદ્યોગો માટે કોઈ કાર્ય કરી રહી નથી. નોંધનીય છે કે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા 12 રાજ્યોમાં પસાર થશે. આ ભારત જોડો યાત્રા કુલ 3570 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા લગભગ પાંચ મહિના સુધી ચાલશે. રાહુલ ગાંધી આર્થિક વિસમતા, સામાજિક ધ્રુવીકરણ, રાજકીય કેન્દ્રીકરણની સમસ્યા અને વિચારધારાની લડાઈની વચ્ચે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેબરે કન્યાકુમારીથી શરૂ થઇ હતી અને અત્યાર સુધી ચાર રાજ્યો તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપદેશમાંથી પસાર થઇ છે.