4 ચોરીના મોબાઈલ સાથે કાળીયાબીડનો શખ્સ સકંજામાં સપડાઇ ગયો .

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ચોરીના મોબાઈલ ફોન અન્ય લોકોને બતાવી વેંચવાની પેરવી કરતા એક શખ્સને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે દબોચી લઈ તેના કબજામાંથી ચાર મોબાઈલ બરામત કરી પુછપરછ કરતા એકાદ માસ પુર્વે ભાવનગર યુનિવર્સિટીના એક્સર્ટનલ ડીપાર્ટમેન્ટના પાર્કીગમાં પાર્ક કરેલ સ્કુટરની ડીકીમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેના પગલે નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના કેસનો ભેદ ઉકેલાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ શહેર વિસ્?તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી આધારે હકીકત મળી હતી કે, ભાવનગર, કાળીયાબીડ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે, રામમંત્ર મંદિર તરફ જતાં રોડ ઉપર એક માણસ ઉભો છે.જે આવતાં-જતાં માણસોને અલગ-અલગ મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં યશ રવિભાઇ હિરાણી (ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નં.સી/૨૪૯૯, સત્યનારાયણ સોસાયટી, કાળીયાબીડ)ની અટક કરી તલાશી લેતા તેના કબજા ભોગવટામાંથી ચાર મોબાઈલ ફોન મળી આવતા તેની પાસે મોબાઇલ અંગે બિલ કે આધાર માંગતાં નહિ હોવાનું જણાવેલ.

જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી મોબાાઇલ ફોન અંગે પુછપરછ કરતાં જણાવેલ કે, તેણે ગઇ તા.૧૫/૦૯/૨૦૨૨નાં રોજ ભાવનગર,યુનિવર્સીટીમાં એકસટર્નલ વિભાગના પાકગમાં પાર્ક કરેલ એક સ્કુટરમાં અમુક વિદ્યાર્થીઓએ મુકેલ મોબાઇલ ફોન-૦૪ સ્કુટરની ડીકી ખોલીને ચોરી કરી લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૬૬૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતુ. જેને લઈ ક્રાઈમ બ્રાંચે શખ્સને નિલમબાગ પોલીસને હવાલે કરી દઈ આગળની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *