
સમગ્ર મંત્રીમંડળે આજથી પદભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી સહુજન હિતાય સહુજન સુખાય’ની ખેવના સાથે કાર્યભાર સીએમ એ સંભાળી લીધો છે ત્યારે મંત્રીઓને પણ સ્વર્ણિમ સંકુલમાં કેબિનો ફાળવવામાં આવી છે. ગઈકાલે શપથ વિધી પૂર્ણ થયા બાદ તમામ મંત્રીઓને ખાતાની ફાવણી કરી દેવામાં આવી હતી.
સ્વર્ણિમ સંકુલ 1માં આ મંત્રીઓ બેસશે
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સીએમ કાર્યાલયમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છે.
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મુખ્ય કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1માં હશે.
– સ્વર્ણિમ સંકુલની ચેમ્બર નંબર 1માં આરોગ્ય મંત્રીઋષીકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ અને ડો.કુબેર ડીંડોર કામ કરશે.
– રાઘવજી પટેલને ચેમ્બર નંબર 2 ફાળવાઈ
– ચેમ્બર નંબર 3માં બળવંતસિંહ રાજપૂતે ચાર્જ સંભાળ્યો
– કુંવરજી બાવળિયા ચેમ્બર નંબર 4માં ચાર્જ સંભાળ્યો
– મુળુ બેરાએ ચેમ્બર નંબર 5માં ચાર્જ સંભાળ્યો
સ્વર્ણિમ સંકુલ 2માં આ મંત્રીઓની ચેમ્બર
– ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચેમ્બર નંબર 4 સોંપવામાં આવી.
– ચેમ્બર નંબર 2માં જગદીશ વિશ્વકર્માને ફાળવાઈ
– પુરુષોત્તમ સોલંકીને ચેમ્બર નં 1 ફાળવાઈ
– બચુભાઈ ખાબડને ચેમ્બર નંબર 3 ફાળવાઈ
– ચેમ્બર નંબર 1માં મુકેશ પટેલે ચાર્જ સંભાળ્યો
સીએમ એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે પોતાનો પદભાર સંભાળતા કામગિરી શરુ કરી છે. એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. સીએમ એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.