
સ્વર્ણિમ સંકુલમાં CM ભૂપેન્દ્ર પટેલે વિધીવત રીતે કાર્યભાળ સંભાળ્યો છે. સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ગઈકાલે શપથવિઘી પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રીની સાથે સાથે મંત્રીઓએ પણ વિધીવત રીતે કાર્યભાળ સંભાલી લીધો છે. પરીવાર સાથે પૂજાવિધી કરી મંત્રીઓ કેટલાક અન્ય મૂહુર્તમાં કાર્યભાળ સંભાળી રહ્યા છે.
ભુપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. કેબિનેટની બેઠકમાં ગઈકાલે જ મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. આ પછી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રીઓ સ્વર્ણિ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યભાળ સમયે મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સિવાય તેમની કેબિનેટમાં સામેલ અન્ય મંત્રીઓ પણ કાર્યભાર સંભાળશે.
નવનિયુક્ત મંત્રીઓના બંગલા પણ ફાળવાશે
નવ નિયુક્ત મંત્રીઓને બંગલા પણ ફાળવવામાં આવશે. ખાસ કરીને આ વખતે 11 જેટલા મંત્રીઓના મંત્રીપદથી નવી સરકારની રચના બાદ પત્તા કપાયા છે ત્યારે હવે બંગલાઓ પણ ગાંધીનગર ખાતે ફાળવવામાં આવશે. હવે કયો બંગલો લેવો તેની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહ બાદ કેબિનેટ શરૂ થાય તે પહેલા કેટલાક મંત્રીઓ મંત્રીના નિવાસ સંકુલમાં ગયા અને બંગલો પણ જોઈ આવ્યા છે. આ બંગલાઓ ઝડપથી મળી જશે. કારણ કે ચૂંટણી હારેલા અને ટિકિટ ન મેળવનારા મંત્રીઓ બંગલા ખાલી કરી રહ્યા છે જેથી આ બંગલાઓ નવા મંત્રીઓને આપવામાં આવશે.