સૌરવ ગાંગુલીએ લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી નામ કેમ પરત લીધુ, જાણો કારણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની સીઝન-2માં રમવાને લઇને આ સમયે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર એક ખાસ  ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે અને આ મેચ 15 સપ્ટેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાશે, જે ભારત અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વચ્ચે રમાશે. જોકે, આ મુકાબલો શરૂ થયા પહેલા જ સૌરવ ગાંગુલીએ આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેચી લીધુ છે.

સૌરવ ગાંગુલીએ પોતાની ભાગીદારી પરત લેવાના પોતાના નિર્ણયની પૃષ્ટી કરતા કહ્યુ, હાં, હું સમયની કમીને કારણે નથી રમી રહ્યો. હું માત્ર ચેરિટી માટે એક ગેમ રમી રહ્યો છું.

સ્પેશ્યલ મેચમાં ગાંગુલી ઇન્ડિયા મહારાજાની કેપ્ટન્સી કરવાનો હતો જ્યારે ઇંગ્લેન્ડના 2019 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ઇયાન મોર્ગન રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમની કમાન સંભાળવાનો છે. આ વિશેષ મેચ પછી એલએલસી સીઝન-2નું આયોજન થશે, જેમાં વિશ્વભરના વિવિધ ક્રિકેટ દિગ્ગજ સામેલ થશે. ગાંગુલીએ હવે અંગત કારણોસર આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઇ લીધુ છે, તેમણે એમ જરૂર કહ્યુ કે તે માત્ર ચેરિટી મેચ રમશે.

નક્કી કાર્યક્રમ અનુસાર, કોલકાતાએ 16થી 18 સપ્ટેમ્બર સુધી કુલ ત્રણ મેચની યજમાની કરવાની છે. તે પછી નવી દિલ્હી, કટક અને જોધપુરમાં બાકીની મેચ રમાશે. નોકઆઉટ અને ફાઇનલ માટે જગ્યા હજુ નક્કી નથી.

લીંજેન્ડ્સ મેચ માટે બન્ને ટીમ

ઇન્ડિયા મહારાજા: વીરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કૈફ, સૌરવ ગાંગુલી, યૂસુફ પઠાણ, મોહમ્મદ કૈફ, ઇરફાન પઠાણ, એસ.બદ્રીનાથ, પાર્થિવ પટેલ, સ્ટુઅર્ટ બિન્ની, એસ. શ્રીસંત, હરભજન સિંહ, નમન ઓઝા, અશોક ડિન્ડા, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, આરપી સિંહ, જોગિંદર શર્મા, રીતેંદર સિંહ સોઢી

વર્લ્ડ જાયન્ટ: ઇયાન મોર્ગન (કેપ્ટન), લેન્ડલ સિમન્સ, હર્ષલ ગિબ્સ, જેક કાલિસ, સનથ જયસૂર્યા, મેટ પ્રાયર, નાથન મેક્કુલમ, જોન્ટી રોડ્સ, મુથૈયા મુરલીધરન, ડેલ સ્ટેન, હેમિલ્ટન મસાકજા, મશરફે મોર્તજા, અસગર અફઘાન, મિશેલ જોનસન, બ્રેટ લી, કેવિન ઓ બ્રાયન, દિનેશ રામદીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *