રાજકોટમાં એક મકાન માલિકે બે વર્ષના માસુમ બાળકને દારૂ પીવડાવ્યો

આમ તો ગુજરાત રાજ્યમાં દારૂ પીવા પર રોક છે પણ તેમ છતાં છડેચોકે દારૂ મળી રહ્યો છે. વાત અહીંથી અટકતી નથી પણ લોકો દારૂના નશામાં પોતે ભાન ભૂલી જાય છે અને પછી ન કરવાનું કામ કરી બેસે છે. રાજકોટ શહેરમાં આવી જ એક ચોંકાવનારી અનેક ઘટના અગાઉ સામે આવી ચૂકી છે ત્યારે આજે વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. આ ઘટનામાં રાજકોટમાં એક મકાન માલિકે બે વર્ષના માસુમ બાળકને અંગ્રેજી દારૂ પાઈ દીધો હતો. મકાન મલિક માસુમ બાળકને દારૂ પીવડાવતા તે બેભાન થઇ ગયો હતો જેને પગલે બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

જે બાળકને દારૂ પીવડાવ્યો તે પરિવાર 10 દિવસ પહેલા ભાડે રહેવા આવ્યો હતો

આ મામલાની મળતી માહિતી મુજબ બાળકના પિતાએ હજુ 10 દિવસ પહેલા જ મકાન ભાડે  રાખ્યું હતું અને મકાન મલિકની એક બંધ હોટલ ફરીથી શરૂ કરી હતી અને પોતાના પરિવારનું પેટયું રડવા કામ શરૂ કર્યું હતું. આ પરિવારને ક્યાં ખબર હતી પોતે જે મકાન રાખ્યું છે તે મકાન માલિકને દારૂની કુટેવ  છે. આ બાબતની જાણ ન હોવા છતાં પણ પોતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતા. ગાયકલે રાત્રીના મકાન મલિકે જમવાનું બનાવવા કહ્યું અને બાળકની માતા રસોઈ કરતી હતી તે દરમિયાન મકાન મલિક વનરાજ પાછળથી બાળકને દારુ પાઇ રહ્યો હતો.

મકાન માલિકે દારૂના નશામાં ધૂત થઇને ભાન ભૂલી ગયો

મકાન મલિક જયારે બાળકને દારૂ પીવડાવી રહ્યો હતો તે દરમિયાન બાળકના પિતા જોઈ જતાં બાળકના મોઢેથી માંડેલો ગ્લાસ પાછો ખેંચી લીધો હતો અને બાળકના શરીરે દારૂ ઢોળાઈ ગયો હતો. જોકે ત્યાં સુધીમાંબાળકે દારૂ પી લીધો હોવાથી બાળક બેભાન થઇ ગયો હતો જેને પગલે તેને રાજકોટ હોસ્પિટલે સારવાર માટે પહોંચાડવામાં આવ્યો છે. આ મામલે થોરાડા પોલીસે ફરિયાદ થતા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

સરકારના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે

આ બનાવની વધુ વિગત પ્રમાણે રાજકોટ શહેરમાં આવેલા મીરા ઉદ્યોગ નગર વિસ્તારમાં આ ઘટમા સામે આવી છે. મકાન માલિક વનરાજભાઈએ બાળકને દારુ પીવડાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી ફરી ગુજરાતમાં લાગુ દારુબંધીને લઈને સવાલો ઉઠ્યા છે. આ મામલે ફરી એક વખત ગુજરાત સરકારના દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ગુજરાતના મોટા મોટા નેતાઓ ખાલી ભાષણ જ આપે છે ત્યારે આવી ઘટનાથી ગુજરાત સરકાર પર અનેક સવાલો ઉભા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *