માંડવીમાં પત્તા ટીંચતા ભુજના 11 સહિત 13 ખેલી ઝડપાયા

માંડવીમાં પત્તા ટીંચતા ભુજના 11 સહિત 13 ખેલી ઝડપાયા

માંડવીમાં નવાપુરામાં જાહેરમાં અડધી રાતે ગંજીપાના વડે જુગાર રમતા ભુજના અગિયાર સહિત તેર જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા. રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન માંડવી પોલીસને બાતમી મળી કે, નવાપુરામાં રહેતા બુરહાનુદ્દીન નજમુદ્દીન આબદાની (વોરા)નાં મકાનની બાજુમાં જાહેર રોડ પર અમુક ઇસમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીનાં પગલે પોલીસે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા મુફદલ બુરાનનુદ્દીન આબાદાની, મોહમદ મુર્તુજા કાઠીવાલા (રહે. બન્ને નવાપુરા માંડવી) અને જુઝર તાહેર ભાઇજીવાલા, મુર્તુજા મુસ્તફા વીજલાણી, મુસ્તુફા ઝુઝર જમાલી, હકીમુદ્દીન અલીઅકબર તેલવાલા, તાહીર હુશેન પટેલ, બુરાહાનુદ્દીન અબાશ આશરા, તાહા શબીરભાઇ માંડવીવાલા, મોહમદ મુફદલ કાંટાવાલા, હુઝેફા બુરહાનુદ્દીન મુખી, તાહા નૂરુદ્દીન સાયકવાલા તથા બુરહાનુદ્દીન મુર્તુજા હાલાઇ (રહે. તમામ વોરા કોલોની ભુજ)ને રોકડા રૂા. 17,400 તેર મોબાઇલ કિં. રૂા. 1,44,000 એમ કુલ્લે રૂા. 1,61,400ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

http://www. crimekingnews.co

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *