માંડવી નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરાઈ

માંડવી નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરાઈ

માંડવી નગરપાલિકાના પ્રાંગણમાં ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માંડવી નગરપાલિકાને રૂપિયા ૧૬.૮૬ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતા માંડવી નગરપાલિકા વતી આભાર વ્યક્ત કર્યો હતો. “મારૂં માંડવી, સ્વચ્છ માંડવી” , “મારૂં માંડવી, હરિયાળુ માંડવી” , “મારૂં માંડવી, સુંદર માંડવી” , બનાવવા કટીબધ્ધ બનવા નગરજનો ને હાકલ કરી હતી. શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષક નિકિતાબેન રાઠોડના નેતૃત્વ હેઠળ વિધ્યર્થીઓએ પરેડ કરી હતી. આ ઉપરાંત સાંજે ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાન મધ્યે કારાઓકે ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમા મોટી સંખ્યામા નગરજનો ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ હરેશ વિંઝોડા, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, લાંતિક શાહ, હનિફ જત, કાદર ઉઠાર, પારસ માલમ, ગીતાબેન સોની, જયશ્રીબેન વાસાણી, હેતલબેન સોનેજી, ગીતાબેન ગોર, પિયુષ ગોહિલ, લક્ષ્મીબેન વાડા, પૂજાબેન મોતીવરસ, પદમાબેન ફુફલ, જશુબેન કેરાઈ, જીજ્ઞનાબેન હોદાર, પારસ સંઘવી, નિમેષ દવે, વિજય ચૌહાણ, દિપાબા જાડેજા , મરીયમબેન રોહા, ક્રિષ્નાબેન ટોપરાણી, માંડવી બી.એસ.એફ.ના જવાનો, પુર્વ નગરપતિ હરિશ ગણાત્રા, મેહુલ શાહ,અરવિંદ ગોહિલ, સુજાતાબેન ભાયાણી, નરેંદ્ર પિઠડીયા, નરેન સોની, દિનેશ હિરાણી, સામતસિંહ સોઢા, ઉદય ઠાકર,હેડ ક્લાર્ક મનજી પરમાર, ચેતન જોષી, ભુપેંદ્ર સલાટ , જયેશ ભેદા, ધવલ જેઠવા સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *