ભુજના ધનાઢ્ય પરિવારના સગીર દીકરાએ ઘરમાંથી 95 લાખ ચોરી મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો, ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ પર અટકાવી ઝડપી પાડ્યાં.

ભુજના ધનાઢ્ય પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી 95 લાખની ચોરી કરી હતી. ત્યારબાદ આ રૂપિયા લઈને તે તેના મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો. જેમાં પૈસા હોવાથી તેનો મિત્ર પણ તૈયાર થઈ ગયો હતો. પહેલા તેઓ ભુજથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ગોવા જવાના હતા.

આ વચ્ચે પોલીસ પકડી લેશે તેવા ડરે તેઓએ ટિકિટ કૅન્સલ કરાવી અને કોલકાતા જવા નીકળ્યા હતા. બીજી તરફ સગીરના પરિવારજનો તેને શોધતા ભુજ પહોંચ્યાં હતાં. ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં સગીર અને તેના મિત્રને એરપોર્ટના બોર્ડીંગ ગેટથી જ પકડી લીધા હતાં. આ ઓપરેશનમાં આખી રાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ પોલીસ કામ કરી રહી હતી.
ભુજ શહેરમાં રહેતા પરિવારનો દીકરો સાહિલ (નામ બદલ્યું છે) પોતાના મિત્ર સમીર (નામ બદલ્યું છે) સાથે ઘરેથી નીકળી ગયો હતો. સાહિલનો પરિવાર ભુજમાં ખૂબ જ શ્રીમંત પરિવાર કહેવાય છે. સાહિલને ઘરમાં લાખો રૂપિયા હોવાની જાણ હોવાથી તાજેતરમાં ઘરમાંથી 95 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
આ રૂપિયા લઈને તે સમીર સાથે ઘરેથી નીકળી ગયો હતો. આટલા બધા રૂપિયા લઈને ક્યાંય જવું એના કરતાં તેને ભુજમાં એક જગ્યાએ આ રૂપિયા મૂક્યા હતા. ત્યારબાદ તેણે ટ્રાવેલ એજન્ટ મારફતે ગોવા જવાની ટિકિટ કરાવી હતી. સાહિલ અને સમીર બંને ગોવા જવા માટે અમદાવાદથી જવાના હતા, જેથી તેઓ અમદાવાદ આવીને એક હોટેલમાં રોકાયા હતા.
સાહિલ તેના મિત્ર સાથે ગાયબ થઈ જતા તેને શોધખોળ કરવાની તેમના પરિવારજનોની શરૂઆત કરી હતી. ઘરમાંથી રૂપિયા પણ ગાયબ હતા, તેથી પરિવારની ચિંતા વધી ગઈ હતી. આ સમગ્ર મામલે સાહિલના પરિવારજનોએ સ્થાનિક પોલીસને સંપર્ક કર્યો અને તે સમયે ત્યાં હાજર એક પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ કામ કરતા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાલુંકેને આ ગંભીર વાતની ખબર પડતા તેમણે સાહિલ અને સમીરને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બન્ને મિત્રો થોડી-થોડી વારે પોતાનો ફોન બંધ કરી દેતા હતા, એટલે તેમને મળવું મુશ્કેલ હતું.
પરંતુ તેમની ગોવાની ટિકિટ અને ટ્રાવેલ એજન્ટનો એક નંબર વિશે ખબર પડતા ટ્રાવેલ એજન્ટે તેમના રોકાવાની એક હોટેલ વિશે જણાવ્યું હતું, જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોટેલ પર પહોંચી તેની બે મિનિટ પહેલા સાહિલ અને સમીર ત્યાંથી ગોવા માટેએરપોર્ટ જવા નીકળી ગયા હતા.
સાહિલ અને સમીર ફરીથી એક વખત હોટેલ પર ન મળતા પોલીસની ચિંતામાં વધારો થયો હતો. તેઓ ક્યાં ગયા હશે તે સમયે અમદાવાદ કોલકાતાની એક ફ્લાઈટ હતી, જે અંગે ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરતા અમદાવાદ કોલકાતાની ફ્લાઇટ પણ તેમણે બુક કરાવી હોવાનું જાણવા મળ્યું હતુ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એરપોર્ટ પોલીસ સ્ટેશન એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. બોર્ડિંગ અને ચેકિંગ ગેટ પર સાહિલ અને સમીરના નામની જાણકારી હતી, પરંતુ બંને પોતાનું લગેજ ચેકિંગ કરાવી લીધું હતું. બોર્ડિંગ ગેટ ખોલવાની તૈયારીમાં તો ત્યારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એરપોર્ટમાં પહોંચી અને કોઈ મોટું ઓપરેશન હોય તે પ્રમાણે બોર્ડિંગ અટકાવી દીધું હતું.
તે સમયે સાહિલ અને સમીર બંને એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ પાસે મળી આવ્યા હતા અને બંનેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પોતાની કસ્ટડીમાં લઈને ભુજ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેમના પરિવારને જાણ થતા તેઓ સાહિલ અને સમીરને લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો