
બ્રિટનમાં આજે મતદાન, સુનક VS સ્ટારમર
બ્રિટનની જનતા આજે પોતાનો નેતા પસંદ કરશે. હાઉસ ઓફ કોમન્સની 650 સીટો માટે આજે મતદાન છે. અહીં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પીએમ ઋષિ સુનકનો મુકાબલો લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર સાથે છે. ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની ધારણા છે. આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીએ ભારતીય મૂળના 30 લોકોને મેદાનમાં ઉતાર્યા છે. લેબર પાર્ટીએ ભારતીય મૂળના 33 નાગરિકોને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.