
દિવમાં માનવતાની મહેક અને કોમી એકતાની મિશાલ હજુ પણ પ્રસરે છે
દિવમાં ઈન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપનું પ્રેરણાદાયી કાર્ય
તાજેતરમાં દિવમાં માંડવીના શાહ દિનેશકુમાર મણીલાલ અને ત્રિવેદી યોગેશચંદ્ર હર્ષદભાઈના બે પરિવાર પર આવેલી કુદરતી આફતમાં ઈન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપે પ્રેરણાદાયી દષ્ટાંત પુરૂ પાડેલ છે.
આ કુદરતી આફતમાં દિવના દરિયાકિનારે મોજાની મઝા માણતાં બે યુવાનો દિપ દિનેશભાઈ શાહ અને હર્ષ યોગેશચંદ્ર ત્રિવેદી આનંદ લેતા હતા. ત્યારે અચાનક મોટું મોજું આવ્યું ને આ મોજામાં દિપ દિનેશભાઈ શાહ દરિયામાં ગટકાવ થઈ ગયો. જ્યારે હર્ષ ત્રિવેદી તેના મિત્ર દિપ શાહ (ઉમર ૨૯ વર્ષ)ને બચાવવા જતાં બન્ને અલગ અલગ દિશામાં ફંટાઈ ગયા હતા. આ સમયે પથ્થરનો આશરો મળી જતાં હર્ષ ચોગેશચંદ્ર ત્રિવેદીનો ચમત્કારીક રીતે
સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શાહ દિનેશભાઈ મણીલાલનો એકનો એક યુવાન પુત્ર દિપ શાહ દરિયામાં ગરકાવ થઈ જતાં ૩૬ કલાક બાદ દિપ શાહની ડેથ બોડી મળી આવી હતી. આ બનાવ બનતા માત્ર
એક ફોનથી ઈન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપના દિવમાં રહેતાં અગ્રણી આરીફભાઈ સોડા તરત જ ઘટના સ્થળે પહોંચીને બાજી સંભાળી લીધી હતી અને આરીફભાઈના ૧૫ જણાના પરિવારે માંડવીના બંને પરિવારના ૯ જણને સતત બે દિવસ| સુધી પોતાના ઘરે ભોજન કરાવ્યું હતું અને પોતાના વાહનોથી દિપ શાહની શોધખોળ માટે આકાશ પાતાળ એક કર્યા હતા અને દિપ શાહની ડેથ બોડીને માંડવી કચ્છ લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી.
દિવના પોલિસ પ્રશાસન હોસ્પિટલમાં રૂબરૂ હાજર રહી તમામ વિસ્વએકતાની મિશાલના દર્શન કરાવ્યા હતા. આ ઉપરાંત દિવ જાયન્ટ્સ ગ્રુપના એસ.વી. હોટલમા માલિક કાદરભાઈ એ બે દિવસ સુધી પોતાના ગેસ્ટ હાઉસમાં છ-છ બેડના બે એ.સી. રૂમની નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપી હતી. જયારે કાદરભાઈને ગેસ્ટહાઉસના ભાડાના માંડવીના બંને પરિવારે પૂછતાં કાદરભાઈએ જણાવ્યું હતું કે આવા દુઃખદ પ્રસંગે પૈસા લઉં તો હું ખુદાને શુ જવાબ આપીશ ?
દિવના જાયન્ટ્સ ગ્રુપના વિભવભાઈ સતત બે દિવસ સાથે રહ્યા હતા. આ ઉપરાંત જાયન્ટ્સ પરિવારના વિશ્વાસભા, નૂતનભાઈ, ગીતાબેન, નિતેશભાઈ, વિનયબેન, જિજ્ઞાબેન, દિવના પી.એસ.આઈ કેશવસાહેબ, ડો. અજયભાઈ શર્મા, ડો. મહેશ સર, મનોજભાઈ અને મોહનભાઈ માંડવીના બંને પરિવારની સેવા કરીને માનવતાની મહેક પ્રસરાવી છે. ફાયરબ્રિગેડના સ્ટાફે પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી