બિહાર કોંગ્રેસ નેતાના 18 વર્ષના દીકરાએ કર્યો આપઘાત, સરકારી આવાસમાં ગળેફાંસો ખાધો

ફાઈલ ફોટો ck news
ફાઈલ ફોટો ck news

બિહાર કોંગ્રેસ નેતાના 18 વર્ષના દીકરાએ કર્યો આપઘાત, સરકારી આવાસમાં ગળેફાંસો ખાધો

બિહારમાં કોંગ્રેસ વિધેયક દળના નેતા શકીલ અહેમદ ખાનના દીકરાનું અવસાન થયું છે. શકીલના એકના એક 17 વર્ષીય દીકરાએ આત્મહત્યા કરી છે. આજે સવારે જ તેણે આત્મહત્યા કરી હોય તેવું જણાઈ રહ્યું છે.

બિહારના પટના જિલ્લાના કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાનના માથે આભ ફાટી પડ્યું છે. તેમના 17 વર્ષના એકના એક દીકરાએ આજે આત્મહત્યા કરીને તેની જિદગી ટૂંકાવતા નેતાને ભારે સદમો લાગ્યો છે. આયાન તેમનું એકમાત્ર સંતાન હતું અને આજે સરકારી આવાસમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

સુસાઇડની ખબર મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જો કે શવ પાસેથી હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. આ ઘટના બની ત્યારે શકીલ એહમદ બિહારથી બહાર હતા અને પુત્રના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેઓ ઘરે પરત ફરવા રવાના થઈ ગયા છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે શકીલ અહેમદની દીકરી ઈંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરે છે અને તેણે પણ સમાચાર મળતા તે ઘર માટે નીકળી ગઈ છે તો બીજી તરફ શકીલ અહેમદ પણ બિહાર પરત ફરી રહ્યા છે ત્યારે મૃતકની માની હાલત રડી-રડીને ખૂબ નાજુક થઈ ગઈ છે.

પપ્પુ યાદવે આપી જાણકરી

બિહાર પૂર્ણિયા જિલ્લાના સાંસદ પપ્પુ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના અંગે શોક વ્યક્ત કરીને આની જાણકરી આપી છે. તેમણે તેમની પોસ્ટમાં શકીલભાઈ અને તેમના પરિવારજનો તરફ સંવેદના દર્શાવી છે તો માતા-પિતા ને હિંમત આપવા આ સમયે કોઈ શબ્દ નથી મળી રહ્યા તેમ લખ્યું હતું.

રાહુલ ગાંધીને મળ્યો હતો આયાન

પ્રાથમિક માહિતી મુજબ ઘરના સ્ટાફે જણાવ્યું કે રવિવારે રાતે આયાન જમીને તેના રૂમમાં ચાલ્યો ગયો હતો, સોમવારે સવારે તેનો દરવાજો ખડખડાવતા કોઈ જવાબ નહીં મળતા સિક્યોરીટી પાસે દરવાજો તોડાવ્યો હતો અને દરવાજો તૂટતાં જ આયાનનું મૃતદેહ મળતા આ અંગે તુરંત શકીલ સાહેબ અને પોલીસને સ્ટાફ દ્વારા જાણકરી આપવામાં આવી હતી, આયાન હમણાં 18 જાન્યુઆરીએ જ પટનામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મળ્યો હતો અને તેણે રાહુલ ગાંધીને એક પેઇન્ટિંગ ભઈફટ કરી હતી જેના રાહુલ ગાંધીએ વખાણ પણ કર્યા હતા.

હાલ આ સુસાઇડ અંગે કોઈ જ માહિતી કે કોઈ પુરાવો કે કોઈ નોટ મળી નથી ત્યારે પોસ્ટ મોર્ટમના રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *