નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી

ગાંધીનગરમાં આવેલ ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે નિસર્ગ વિમેન્સ સાયન્સ ક્લબની બહેનો સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમા ભટ્ટ અને કરાટે એક્સપર્ટ કેતન ચૌધરી ઉપસ્થિત રહ્યા .આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાયન્સ ક્લબની બહેનો જોડાઈ હતી

વિશિષ્ટ કામગીરી અંતર્ગત મહિલાઓનું સન્માન કરાયું 

ડૉ.અનિલ પટેલ દ્વારા નિસર્ગ મહિલા સાયન્સ ક્લબની પ્રવૃત્તિઓ,વિશ્વ મહિલા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની ઐતિહાસિક ભૂમિકા અને આ વર્ષની મહિલા દિનની થીમ “તમામ મહિલાઓ તેમજ દીકરીઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણના પગલાંની પ્રક્રિયાને વેગ આપીએ” તે અંગે વ્યાખ્યાન આપ્યું . શિક્ષણ ક્ષેત્રે ભાવનાબેન પટેલ, કુકીંગ ક્ષેત્રે દર્શના કે જોષી, વ્યવસાયિક ક્ષેત્રે પલક એચ.ત્રિવેદી, પત્રકારત્વ ક્ષેત્રે ,નિકિતા સક્સેના, રમત-ગમત ક્ષેત્રે ધરતી ટી.રાવલની વિશિષ્ટ કામગીરી, અને પ્રાપ્ત કરેલ સિધ્ધી અંતર્ગત પાંચેય મહિલાઓનું હેમા બેનના હસ્તે સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.  

મહિલાઓ અને દિકરીઓને આત્મરક્ષણની તાલીમ અને નિદર્શન 

આ કાર્યક્રમ દરમિયાન અનેક પ્રવૃતિઓ જેવી કે , મહિલાઓને અને બાળકીઓને આત્મરક્ષાની તાલીમ, અને આત્મરક્ષણ કઇ રીતે કરવું તે અંતર્ગત નિદર્શન કરવામાં આવ્યું હતું , તદુપરાંત ભારતની પ્રતિષ્ઠીત મહિલાઓ વિષે વક્તવ્ય, અને મનોરંજન હેતુ ગીત સંગીત અને માઇન્ડ ગેમ્સ પણ યોજવામાં આવી હતી જેમાં દીકરીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો , વિમેન ક્લબના સંયોજક મિત્તા ભટ્ટ અને સહસંયોજક દીપિકા વાઘેલાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હાર્દિક મકવાણા, હાર્દિક ભટ્ટ અને શિવાંગ પટેલ દ્વારા કાર્યક્રમનું સુંદર સંકલન કરવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *