
છત્તીસગઢમાં ચા વેચનાર મેયર બન્યો
છત્તીસગઢ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચા વેચનાર જીવર્ધન ચૌહાણ ભાજપની ટિકિટ પર મોટી જીત સાથે મેયર તરીકે ચૂંટાયા છે. તેમણે કોંગ્રેસના જાનકી કાટજુને 34 હજાર મતોથી હરાવ્યા છે. જીવર્ધન શહેરમાં ચાની દુકાન ચલાવે છે. ચૂંટણી પ્રચારમાં સીએમ સાંઈએ પોતાની દુકાન પર પોતાના હાથે ચા બનાવી હતી. તમને જણાવી દઈએ કે, ભાજપે અહીં 15 વર્ષ પછી જીત મેળવી છે.